Skip to main content

નિપાત | Nipat short trick | Std 12 gujarati vaykaran | gujarati grammar nipat

  નિપાત, Std 12 Gujarati vaykaran Nipat By Vaghela Vishal { Sarthi Support }

                  ⊙ નિપાત ⊙

→ ગુજરાતી ભાષાનાં વાક્યોમાં એવાં કેટલાંક ઘટકો આવે છે જે વિશેષણ, સંશા, ક્રિયાવિશેષણ કે ક્રિયાપદની સાથે એમના - અનુગ કે નામયોગીના રૂપ સાથે આવે છે. અને ભાર, આગ્રહ, વિનંતી, વિનય, આદર જેવી કેટલીક વિશિષ્ટ અર્થછાયાઓ દર્શાવે છે. આવા ઘટકોને કહે છે. 

       ● નિપાતો નીચે મુજબના જોવા મળે છે.

૧. 'જ' : આ નિપાત ભારપૂર્વક કથન માટે વપરાય છે અને વાક્યના જંપદ સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છેજેમ કે તમે જ મારી સાથે આવશો

૨ " "તો" : આ નિપાત પણ ભારપૂર્વક કથન માટે વપરાય છે "બીજુ નહિં તોપણ આ – એવા અર્થમાં વપરાય છે જેમ કે પથ્થરો બોલે તો બોલાની જુઓ.

૩. "ને " : આ આગ્રહ કે ખાતરી કરવાનો અર્થદર્શાવે છેજેમ કે રોકાવાના છો ને ?

૪. "ય", "પણ", "સુધ્ધાં" : આ નિપાતો અંતર્ભાવનો અર્થ બતાવે છે જેમ કે હા એટલું ય હું ન જાણું ? એણે ખાધું સુધ્ધા નહિ. 

૫. "જી" : આ નિપાત આદર કે વિનય વાચક છે જેમ કે ઓહો ! ક્યાં ચાલ્યાં જી?

૬. "ખરું" : "ખરા"ના રૂપો અવધારણાવાચક નિપાત છે જેમ કે આવા વરસાદમાં મને ઉંઘ આવે ખરી ?

૭. "ફક્ત", "માત્ર", "કેવળ", "છેક" : સીમાવાચક કે અન્યવ્યાવર્તક તાનો અર્થ દર્શાવે છે. જેમ કે તેનો માત્ર ઉપયોગ કરી શકે છે, રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે.

 ૮. "હો" : અનુમતિદર્શક નિપાત છે મને તે મળ્યો હતો, હો રાજન !

     ◐ નીચેના વાક્યોમાંથી નિપાત ઓળખી લખો  ◐

ભાણી ભાદર નદીમાં રાત્રે જ કપડાં ધોતી હતી. – ‘જ’ 

આ માણસ કાંઈક જુદી જ માટીનો બનેલો છે. – ‘જ’ 

વૃધ્ધ બેંક માલિકે મિજબાની ગોઠવી હતી. - ‘જ' 

દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે જ.-  ‘તો, જ’ 

અમારી તૃપ્તિમાં ઊણપ પણ આવતી. – ‘પણ’ 

નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા ? - ‘ખરા’ 

આ હિન્દીનું યે એક નવું જ હતું. – ‘યે, જ’ 

મારે પણ તમારી સાથે જ આવવું પડશે. - ‘પણ’ 

ઓહો, ક્યાં ચાલ્યા જી ? – ‘જી’

હવે દિવાળી આડે માત્ર એક માસ બાકી છે. – ‘માત્ર’ 

આવા વરસાદમાં મને ઊંઘ આવે ખરી ? – ‘ખરી’ 

અંતે તું સાચું બોલ્યો ખરો –ખરો

 તે તદ્દન નકામી વ્યક્તિ છે. – ‘તદ્દન’

ગુરુજી, અંદર આવુ કે ? -  કે

તે તમે આવ્યા હોત તો ? – ‘તો’

બધાય દેવોને પોતાના અલગ અલગ વાહન છે. – ‘ય’ 

સ્ત્રીનો સ્વભાવ જન્મથી જ નઠારો કે ન સુધરે તેવો નથી- ‘જ’ 

તેમનું નામ પણ હું ભૂલી ગયો. – ‘પણ’ 

એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો- પણ

બધે બધું પે’રવું જ એ લખી આપ્યું છે ? – ‘જ’ 

એને આવો પૂજન અર્ધ્ય જ ઘટે. – ‘જ’ 

શિવ થકી જીવ થયો એ જ આશે - જ 

અંતે તો હેમનુ હેમ હોય – તો 

ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી- ય

હાથ અજમાવું એટલી જ વાર – જ 

છોકરો મરેલો જ જન્મ્યો હતો -જ

અત્યારે એવી કલ્પનાઓ કરવાનોય અવકાશ ક્યાં હતો ? - ય

બાપુની વાત હું ક્યારેય ભૂલી શકતો નથી – ય 

હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ - જ 

એમણે મારા પત્રનો મને ખૂબજ સરસ જવાબ આપ્યો - જ

માનવજીવનમાં શોષણ માત્ર આર્થિક જ ચાલે છે. - માત્ર-જ

આ વાઈસરૉય પદ પણ એની આગળ પાણી ભરે. – ‘પણ’ 

હવે તો તમે નિશ્ચિંત બન્યાને ? – ‘તો, ને’

હા એટલું ય હું ન જાણું ? – ય ‘’ 

પાપી તો હું જ હતો. – ‘તો, જ’ 

તું પ્રવાસે જઈશ જ ? - જ’ 

તમે જ મારી સાથે આવશો. – ‘જ’

 કામ કરનાર જ સુખી થાય. – ‘જ’

 ચાલો, અમદાવાદ જઈશું ને ? – ‘ને’ 

આપણે જવું જ છે ને ? - ‘ને’

 તમે તો આવી ગયા ? – ‘તો’ 

એવું તો આપણાથી કેમ કહેવાય ? – ‘તો’ 

તમેય મારી સાથે આવો. – ‘ય’

 હું ય પ્રથમ વર્ગમાં પાસ થઈશ જોજો. – ‘ય’ 

વસ્તુ ખૂબ જ સસ્તી છે, ફક્ત રૂપિયા પચાસની. – ‘ફક્ત’ 

મહાદેવભાઈ માત્ર પચાસ વરસ જીવ્યા. - ‘માત્ર’

 ત્યારે તો તમે ખૂબ ભાગ્યશાળી છો ? – ‘તો’ 

આજે વરસાદ પડવો જ જોઈએ. – ‘જ’

 પગ ઉંચકતાં જ એણે આશ્ચર્ય અનુભવ્યું. - ‘જ’ 

આમાં એ લોકોનો પણ કાંઈ દોષ ન હોતો – ‘પણ’

 ખાંડણી દસ્તો ક્યાંક મૂકાઈ ગયેલાં જ હોય છે. – ‘જ' 

અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતાં. – ‘તો’ 

નાનપણથી જ એની એવી તાસીર હતી. - ‘જ'

 મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને જ છે. – ‘જ’ 

પથ્થરો બોલે તો બોલાવી જુઓ – ‘તો’ 

એણે જ મૌન તોડ્યું. – ‘જ’ 

જેણે એક પાપ કર્યું ન હોય તે જ પહેલો પથ્થર ફેંકે ? - ‘જ’ 

બાપુ એ વાત જ ન કરશો. - ‘જ’ 

તું ગુરૂને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું – ‘તો’

બા એકલાં જ જીવે છે. – ‘જ’

 રસાકસી થોડી જ વાર ટકી. - ‘જ’

 ઉછીનું માંગનારા તદ્દન નિર્લજ્જ હોય છે – તદ્દન 

મારાં જીવતા તો કેમ હું હા પાડું ? - તો

 હવે વેકેશન આડે માત્ર એક માસ બાકી છે- માત્ર 

આવી ઉનાળાની ગરમીમા ઊંધ આવે ખરી ? - ખરી

 ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું – તો 

બાપુએ મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું – જ

 તું વિદ્યા ભણ્યાનું અભિમાન પણ બહું રાખે છે – પણ 

મન-વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે - જ

એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો - જ 

એ બાલુડા પાછળ પોસ્ટમાસ્તરે સારુ પુણ્યદાન પણ કરી નાખ્યું - પણ

આ કોઈ ખવીસની રમત તો નહિ હોય ? –તો 

આ કપટી કો આવ્યા ખરા - ખરા 

જુઓ તો ઊભા છે નળ પંચ – તો

એક મહિનો માત્ર કેળા, લીંબુ અને દુધ પર કાઢ્યો - માત્ર

જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે ? તો, ખરા 

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું - તો 

કસ્તુરી કેરી બિંદી તો કરું નહિં - તો

ગંગા તો બસ ગંગા જ છે -તો

એ તો અહીં આવ્યા વિના રહેશે નહિં – તો 

માણસ આમ ભારે ડાહ્યો પણ ધૂની ખરો ? - પણ 

એક વખત જેલ જનારો, બીજી વખત જાય ખરો ?- ખરો 

બાકી સંચામાં તડ પહેલેથી જ હશે. – ‘જ’ 

જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને ? – ‘પણ, જ, ને’ 

એ અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નથી. – ‘પણ’ 

માત્ર કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી – ‘માત્ર’ 

એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો – ‘જ’ 

મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. – ‘તો’ 

એક મહિનો માત્ર કેળાં, લીંબુ અને દૂધ પર કાઢ્યો. -‘માત્ર’ 

ભાષણની શરૂઆતમાં જ તેમણે કહ્યું. – ‘જ’ 

જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને ? – જ,ને

છોકરાઓ ઘરે હોય તો આવું ઠંડુ ખાવાનું ખાય ખરા ?- ખરા 

અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની ગયા – જ 

કુંતીપુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા - ને 

સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુઝાય છે – જ

તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખ થાવા - ય 

એથી ઉત્તમ વિપ્રયોગ સહીને જ ચિત્ત ચિતરાવું  -જ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે – જ 

મારા જેવા ઘણાય છે - ય

તદ્દન નવી નોકરીમાં આવી પ્રભાશંકરનું કરવા કરાવવાનાં પ્રયત્ન થયેલા – તદ્દન 

આવા મનસ્વી રાજાની નોકરી કરવા કોઈ સારો રાખે ખરો – ખરો

મણિભાઈએ મોટેથી બૂમ પાડીય ખરી - ય, ખરી 

સામસામી નજર મળતા બંન્નેય હસી પડ્યા - ય જ 

એ બહુ જ વિચારમાં પડી ગયો -જ

 ચ્યો હે હેડ્યા જી ? સુંદરણા ? - જી

 સત્યાગ્રહી જ સુખી થાય – જ

 સુંદરીને સ્થાને સૌંદર્ય અને તે પણ પૂજનીય - ૫ણ

એનાં જ જીવનની કૃતાર્થતા છે ને ? - ને

આવા પરમ મહિમાવંતુ વિભૂતિમય સૌંદર્યનું સ્થાન બીજું કોઈ લઈ શકે ખરૂં ? - ખરૂં

આ કાવ્ય તો સુંદરીનું નથી - તો 

મન અસ્વસ્થ થાય છે જ – જ 

છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય -જ 

કોઈને આંખોમાં ચિતરાવી જ જુઓ - જ 

રેતીની શીશીને ઉલટાવી જુઓ તો ખરા -ખરા

 એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈબહાર આવ્યા

- તદ્દન

તમને કાંઈ તકલીફ તો નથી પડી ને ? - ને

મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર જ નથી -જ 

એના મા બાપુની તમને જાણ છે ખરી ? - ખરી 

ભાઈ તું તો પ્રેમમા પડી ગયો – તો 

બધુંય જાણું છું – ય 

બસ ચાલ્યો જ આવું છું - જ 

પછી તો એ નોકરી કરશે ને ? - ને 

તે તદ્દન ઓગળી ગયો હતો – તદ્દન 

મીઠાનો ગાંગડો તો દેખાતો નથી – તો 

આ ભાંગતા તો કંઈ જ દેખાતું નથી - તો, જ

 જગતના કણેકણમાંય ઈશ્વર રહેલો છે -  ય 

બા ઊઠવાનુંય શીખવાડે છે -ય 

ફ્રેમ થયેલા દાદા આંસુ લૂછે ખરા ?- ખરા 

ત્યારે તો હું જ પ્રવજ્યા લઈશ – તો 

જ ભદ્રિકે કહ્યું હું ય દીક્ષા લઈશ - ય

 મહાનામે સાદગીમાંય સુંદરતા હોય છે -  ય

આશ્રમમા શીખ્યો એ જ-જ

આ સર્વ પદાર્થોં એ જ પરમેશ્વર – જ

અનુરૂદ્ધની વાત માન્ય રાખી ખરી ?- ખરી 

ઘાઘરોય મેલોદાટ કેદુનો - ય

પહોંચતા જ પટકાણી ભાણી - જ

 બીતી બીતી ચારેય દિશામાં જુએ – ય 

બ્રિટનમાં એમનો બંગલો પણ હતો. -પણ

 બીજા લોકોને તો નવાઈ લાગી –તો

     ⊙ ખાલી જગ્યા યોગ્ય નિપાત મુકી લાખો 

1 અખંડ.........ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે. – ‘જ’

2  માટે એ.........અનુચિત – ‘પણ’

3 ભલી હશે.........ચોક લગી દોડી આવવાની. – ‘તો’ 

4 માટી મા’ત્માવાળી ના જોઈ હોય .........! – ‘તો’ 

5 તમે..........એક નવાઈ કરી ? – ‘જ’ 

6 દંડ એ.........ક્ષત્રિયનો ધર્મ છે. – ‘જ’ 

7 એનાથી સવર્ણોને.........નુકશાન થયું છે. – ‘પણ’

8  બીજા લોકોને....….…..નવાઈ લાગી. – ‘તો’ 

9 આ ખોરાક.........ખાસ્સો અમીરી છે. - ‘પણ’

10  હું કોઈની સાથે બોલતો..........નહિ. – ‘પણ’ 

11 એ....…....અહીં આવ્યા વિના રહેશે નહિ. – ‘તો’ 

12 રોકાવાના છો. ....... ? – ‘ને’ 

13 આ ખોરાક ખાસ્સો.......  અમીરી છે. – ‘પણ,

14 એનું મોત .....હવે .....ઉપાય રહ્યો હતો. -ય , ય’ 

15 એનાં માબાપની તેમને જાણ છે........…? - ખરી’ 

16 તમે એ વેરવૃક્ષને સરળતાથી ઊખેડી શકશો.........? -ને’ 

17 ગીતામાં.........એ કહ્યું..........છે. - ‘તો, જ’ 

18 તે પારખવું યોગબળથી.........કદાચ શક્ય બને ! – ‘જ’ 

19 પાંપણના પલકારા જેટલી...નિયમિતતાથી ગાળ દેતાં – જ’ 

20 આ.........આઠ-દહ આની રળી આવે છે. – ‘તો’

21 પત્નીની પસંદગી કરવા હું……………દક્ષિણમાં દોડી આવ્યો છું. - છેક

22 કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું...... મારાથી ? – ‘ને’

23  નમસ્તે...........કહેતા પેલા ભાઈએ વિદાય લીધી. –‘જી’ 

24 ગાડું.......નજીક આવ્યું. – ‘છેક’

25 મીઠો મીઠો ક્ષોભ પોત..........અનુભવવા માંડ્યો. - જ

26 એણે..... મૌન તોડ્યું. - ‘જ’

27 અત્યાર સુધી મેં દરિયાનું.......સૌંદર્ય જોયું હતું. - ‘માત્ર’

28 શોષક શોષ..........રહે છે. - ‘જ’

29 મૃત્યુવિષયક કાવ્યોમાં......એ વિરલ છે. - ‘તો’ 

30 પથ્થરો બોલે.........બોલાવી જુઓ. – ‘તો’

31 અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ.........ગણાય. – ‘જ’ 

32 એક સંત.........રસ્તે જઈ રહ્યો હતો. – ‘જ’ 

33 પછી.….......એ નોકરી કરશેને ? - ‘તો’

34 પિતાજી તમે......... મને કહો – ‘જ’

35  બાના ઘરમાં સાવ સૂનકારો.........છે. - ‘જ’ 

36 પ્રશ્ન ઘણો.........હતો. - ‘જ’

37 લાખ ટકાની આબરૂને એણે ....... સોડમાં સંતાડી. -‘પણ’

38  હું તમારી સાથે.........સંમત નથી. - ‘જ’

39 મેં ...…......તેમને આભાર કરી શિષ્ટાચાર બતાવ્યો. –‘પણ’ 

40 મને હું રજ.........હીન ગણતી નથી. - ‘માત્ર’

41  તમને હું એક નક્કર.........દાખલો આપું. – ‘જ’

42  સાથે તેમના નાયી ઉપાલિને.........લીધો. – ‘પણ’ 

43 મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ..........એ લઈ જશે. – ‘પણ’ 

44 જોઉં......... ખરો કે એણે કાગળમાં શું લખ્યું છે. – ‘તો’ 

45 એ.........ચોકીદારમાં.......જીવન પૂરું કરે એવું નથી. – ‘માત્ર, જ’

46 એ આનંદ.........હતો........ - ‘તો, જ’

47 .......... એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. – ‘માત્ર’ 

48 લોઢામાંથી બનેલા સર્વ પદાર્થોતે નામ.........છે. -‘માત્ર’ 

49 એ.........પાણીમાં તદ્દન ભળી ગયું છે. – ‘તો’ 

50 પરમેશ્વર અહીં...…......છે. - જ’ .....

51 હું.........આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા ? – ‘ને’ 

52 હવે એનો જીર્ણોદ્વાર શક્ય.. .નહોતો. – ‘જ’

53 ભોજા જેવો ભડ માણસ.........ભડકી ઊઠ્યો. – ‘પણ’ 

54 એ.........હાથ જોડી શક્યો. – ‘માત્ર’

55 ત્યારે.........તમે ખૂબ ભાગ્યશાળી છો ! – ‘તો’

56  અને ઘણું કહ્યું..........તે સમજ્યા નહિ – ‘તોય’ 

57 આજે વરસાદ પડવો.........જોઈએ. - જ’ 

58 માણસ આમ ભારે ડાહ્યો, પણ ધૂની.......……! – ‘ખરો’ 

59 હાજી, અમે.........આવી પહોંચશું સમયસર – ‘તો’ 

60 એક વખત જેલ જનારો, બીજી વાર જાય.........?-ખરો’

61  મહાદેવભાઈ......……. પચાસ વરસ જીવ્યા. - ‘માત્ર’ 

62 ગંગા….......બસ ગંગા.......છે. - ‘તો, જ’ 

63 મારા જેવા ઘણાય છે. એને મહારાજા ભાવસિંહજી મળ્યાં નથી. – ‘માત્ર’

64 હવે, એક...........છે ઉપાય. - ‘જ’

65  મારે તને ખોટું લગાડવું ...... પડશે - ય

66 અંતે તું સાચું બોલ્યો........…? - ખરો’ ?

67 અવાજમાં...........ભાવુકતા આવી ગઈ. – ‘પણ’ 

68 બાપુ, હળદર ફીટશે,......... વાર લાગશે. - પણ’ 

69 બાપુ, એ વાત.........ન કરશો. - ‘જ’

70 .......ત્યાં તને ક્યું કામ મળવાનું છે ? – ‘પણ’ 

71 દેવરાજના શબ્દોમાં.…………… .નહિ. – ‘’ 

Comments

Popular posts from this blog

Std 12 gujarati vyakaran PDF | std 12 most imp 2025 board exam | std 12 gujarati most imp questions 2025 | ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ

ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ imp ટોપિક           બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી સમાનાર્થી શબ્દો , વિરુધાર્થી , શબ્દસમુહ માટે એક શબ્દ , નિપાત , વિશેષણ , કૃદંત , કૃદંતના પ્રકારો , સદા વાક્યને સંકુલ વાક્યમાં ફેરવી લખો વગેરે જેવા બોર્ડ પરીક્ષામાં વારંવાર પુછાતા પ્રશ્નોનું સોલ્યુશન સમજૂતી સાથે આપવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે.     Gujarati Vyakaran STD 9 to 12 PDF file is here put in this article. In this PDF file STD 9 to 12 Gujarati Grammar is available. In this PDF file Gujarati Standard 9 to 12 Gujarati Vyakaran take from books and make PDF file for students. This books are new syllabus books and this book Gujarati Vyakaran is so important for your upcoming competitive exams and your school exams. This PDF file is very important so save it in your phone memory. ● ગુજરાતી વ્યાકરણ ● સમાનાર્થી શબ્દો - અહીં ક્લિક કરો વિરુદ્ધાર્થી શબ્દો - અહીં ક્લિક કરો ક્લિક કરો શબ્દસમુહ માટે એક શબ્દ - ક્લિક કરો તળપદા શબ્દોનું શિષ્ટર...

Std 12th arts imp PDF 2025 | std 12 most imp 2025 board exam | std 12 gujarati most imp questions 2024 | ધોરણ 12 ના બધા વિષયના IMP PDF 2025 | ધો. 12 આર્ટસ IMP પ્રશ્નો એકસાથે | HSC મહત્વના પ્રશ્નો...

Std 12th arts imp PDF 2025 | std 12 most imp 2025 board exam | std 12 gujarati most imp questions 2024 | ધોરણ 12 ના બધા વિષયના IMP PDF 2025 | ધો. 12 આર્ટસ IMP પ્રશ્નો એકસાથે | HSC મહત્વના પ્રશ્નો... બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વગેરે જેવા તમામ આર્ટ્સના વિષયોના બોર્ડ પરીક્ષામાં વારંવાર પુછાતા પ્રશ્નોનું list youtube વિડિઓની સમજૂતી સાથે આપવામાં આવેલ છે તેમજ pdf પણ પ્રશ્નોની આપેલ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. ● ધોરણ 12 imp પ્રશ્નો 👇 ● ભૂગોળ -  અહીં ક્લિક કરો ઇતિહાસ -  અહીં ક્લિક કરો અર્થશાસ્ત્ર -  અહીં ક્લિક કરો મનોવિજ્ઞાન -  અહીં ક્લિક કરો તત્વજ્ઞાન -  અહીં ક્લિક કરો અંગ્રેજી SL -  અહીં ક્લિક કરો ગુજરાતી FL -  અહીં ક્લિક કરો હિન્દી -  અહીં ક્લિક કરો સંસ્કૃત -  અહીં ક્લિક કરો સમાજશાસ્ત્ર -  અહીં ક્લિક કરો અન્ય વિષય imp માટે -  અહીં ક્લિક કરો Most imp પ્રશ્નો વિડિઓ માટે -  અહીં ક્લિક કરો તમારા બધા જ મિત્રો સુધી પોસ્ટ શેર કરજો...🙏 ...

STD 11 VARSHIK PARIKHSA 2025 BLUEPRINT | STD 11 MOST IMP QUESTIONS VARSHIK PARIKSHA 2025 | STD 11 ANNUAL EXAM 2025 PAPER SOLUTION

 STD 11 VARSHIK PARIKHSA 2025 BLUEPRINT | STD 11 MOST IMP QUESTIONS VARSHIK PARIKSHA 2025 | STD 11 ANNUAL EXAM 2025 PAPER SOLUTION Sarthi support દ્વારા તૈયાર કરેલ સરળ બ્લુપ્રિન્ટ તેમજ imp પ્રશ્નો 👇 ● મનોવિજ્ઞાન બ્લુપ્રિન્ટ ● ભૂગોળ બ્લુપ્રિન્ટ ● તત્વજ્ઞાન બ્લુપ્રિન્ટ ● સમાજશાસ્ત્ર બ્લુપ્રિન્ટ ● ગુજરાતી બ્લુપ્રિન્ટ ● હિન્દી બ્લુપ્રિન્ટ ● સંસ્કૃત બ્લુપ્રિન્ટ ● અંગ્રેજી બ્લુપ્રિન્ટ ● ઇતિહાસ બ્લુપ્રિન્ટ ● અર્થશાસ્ત્ર બ્લુપ્રિન્ટ ● બોર્ડ દ્વારા જાહેર કરેલ બ્લુપ્રિન્ટ જોવા અહીં ક્લિક કરો GSEB Board 11th Blueprint 2025 Download Pdf file From here those students who want to download Gujarat 11th Blueprint 2025 GSEBE Science Commerce Arts in Hindi Medium and English Medium & Gujarati Medium PDF respectively can do so. Every effort will be made to get the students appearing in the year  examination to download the GSEB Board 11th Blueprint 2025 GSEB STD 11th Blueprint 2025. Along with this, in this article all types of information related to Gujarat Board +@ Marking Sche...