ગુજરાત સરકાર દ્ધારા આજે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ગુજરાતવાસીઓને 1400 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી હતી. ગૃહમંત્રી અમિત ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વિકાસની પરંપરા ગુજરાતમાં જે ચાલુ કરી તે પહેલા આનંદીબહેન અને પછી નીતિનભાઈ વિજયભાઈની જોડીએ આગળ વધારી છે. રૂપાણી સરકાર પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વિકાસ દિવસની ઉજવણી થઈ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહના અમિત શાહના હસ્તે 1400 કરોડથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુયલી લોકાર્પણ કરાયુ છે.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, આજે સરકારની કામગીરીને 5 વર્ષ પુરા થઈ રહ્યા છે. વિકાસના કામો કોરોનાકાળમાં પણ થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના કાળમાં બધું સ્થિગીત હતું ત્યારે પણ ગુજરાતમાં વિકાસ કામો થઈ રહ્યા હતા. વતન પ્ર...