Skip to main content

રૂઢિપ્રયોગ | std 12 gujarati vaykaran imp 2023 | ruduproygo by Vaghela Vishal ( Sarthi Support )

 ⊙ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો

1 વિદેહ થયા -મૃત્યું પામ્યા

→ ઊછી ડોશી છોકરાના છોકરાની દીકરીને પરણાવીને વિદેહ થયા.

2 જીવ બાળવો – દુઃખી થવું

→ દિકરાની બિમારી જોતા જ મા જીવ બાળવા લાગી. 

3 વસમું પડવું – અઘરૂ પડવું

→ પાંડવોને કૌરવોની સામે યુદ્ધમાં જીતવું વસમું પડ્યું હતું.

4 ઘૂમટો કાઢવો – લાજ કાઢવી

→ ગામડામાં હજી સ્ત્રીઓને ઘૂમટો કાઢવો પડે છે.

5 અલોપ થઈ જવું – અદૃશ્ય થઈ જવું 

પોલીસને જોઈ ચોર અદેશ્ય થઈ ગયા.

6  અછોવાના કરવા – લાડ લડાવવા

→ દિકરાને જોઈ મા અછોવાના કરવા લાગી

7 ગળે આવી ગઈ – વાત સમજાવતા થાકી જવું

→ અનુરુદ્ધને નથી શબ્દ સમજાવવામાં માતા ગળે આવી ગઈ

8 દેહાંત થયો – અવસાન થવું

→ અનુરુદ્ધની માતાના દેહાંત પછી તેને દીક્ષા લીધી

9 હોડ લગાવવી – શરત લગાવવી

→ રાજકુમારોએ લખોટાની રમતમાં હોડ લગાવી હતી.

10 અનુકંપા હોવી – કરૂણા હોવી

→ બાબાસાહેબને અછુતો પ્રત્યે અનુકંપા હતી.

11 કર ઘસવું – હારી જવું

→અનેક પ્રયત્ન છતા રાજીવ પરીક્ષામાં સફળ ન થતા તે કર ઘસતો રહી ગયો.

12 માન મૂકાવવું - અભિમાન છોડાવવું

→રમેશે માન મૂકીને પાડોશી સાથે સમાધાન કરી લીધું. પડવું

13 ઉણા ઉતરવું – નબળા 

→ અનુભવી પાસે બિનઅનુભવી ઉણા ઉતરે છે. 

14 લોભ થવો –ઈચ્છા થવી

→ ચોકલેટ જોઈને બાળકને લોભ થયો

15 દાદ ન મળવી - ન્યાય ન મળવો, પ્રતિભાવ ન મળવો

→ પ્રભાશંકરે મિન્ટો સરકારને અરજી કરી પણ દાદ ન મળી

16 કામ પાર પાડવું – સફળતા મળવી 

→ લોર્ડ મોર્લીને મળવાથી પ્રભાશંકરનું કામ પાર પડ્યું.

17 નૈન ભીના થવાં – રડવું 

→ માતાના અવસાનથી દીકરાના નૈન ભીના થયા.

18 ભાન કરાવવું - સાચી સમજ આપવી

→ સંતોએ ઈશ્વર અંગેનું ભાન કરાવ્યું.

19 મનને વાળવું – મનને જોડી દેવું

→અનેક તકલીફ પછી નયનાએ મન વાળી લીધું ધર્મમાં

20 વધારે પડતું – યોગ્ય કરતાં વધુ 

→ નયનને પાત્રતા કરતાં વધારે પડતું ઈશ્વરે આપ્યું હતું. 

21 ઉંબરમાં પગ મૂકવો – પ્રવેશ કરવો

→ રશ્મિએ ઉંબરમાં પગ હતો.

22 મન થયા ભેગું - ઈચ્છા થતાં જ

→ રાહુલનું મન થયા ભેગું જ તે કર્મ કરતો હતો

23  બુદ્ધિ કસવી – બુદ્ધિ કસોટી થવી 

→ જૈમિન પરીક્ષામાં બુદ્ધિને કસીને પેપર લખતો હતો. 

24 શરીર પડવું – મૃત્યું પામવું 

→ આખરે રામજીભાઈનું શરીર પડી ગયું.

25 ઢીલા પડવું-નરમ થવું

→ બાળકને જોઈ માતા ઢીલા પડી ગયા

26 પૂરૂ કરવું – મારી નાખવું

→ રાહુલે ગુસ્સામાં નયનનું પુરૂ કરી નાખ્યું.

27 સળવળી ઊઠવું – જાગી ઊઠવું

→ ભોજાએ ખાડામાંથી ધૂળ કાઢી ત્યાં બાળક સળવળી ઊઠ્યું.

28 માંડી વાળવું – છોડી દેવું

→ દિકરાને મનાવવાનું બાપે માંડી વાળ્યું

29 ભવ કાઢવા -જિંદગી વિતાવવી 

→ ભોજાએ ગરીબીમાં ભવ કાઢી નાખ્યો. 

30 છાતીએ લેવું -છાતી સરસું લેવું

→ રડતાં રડતાં બાળકને માતાએ છાતીએ લીધું.

31  મીઠો ઠપકો આપવો – વ્હાલથી ટકોર કરવી

→  બા બાળકને હંમેશા મીઠો ઠપકો જ આપે છે.

32 પાતક માથે લેવું – પાપની જવાબદારી લેવી

→ છોકરાનું પાતક બાપે માથે લઈ લીધું.

33 મનમાંથી કાઢી નાખવું – ભૂલી જવું.

→ બાપે દિકરાને કરેલ ભૂલ મનમાંથી કાઢી નાખવા સમજાવ્યું.

34 સંકેત કરવો - ઈશારો કરવો

→ રાહુલે મિત્રતામાં જોડાવા કેતનને સંકેત કર્યો.

35 ફેર રહેવો – તફાવત રહેવો

→ ભણેલ અને અભણ વ્યક્તિમાં વર્તન વ્યહારમાં ફેર રહેલો દેખાશે.

36 દાખડો કરવો –મહેનત કરવી

→ કેતકીએ પ્રથમ નંબર મેળવવા ખૂબ દાખડો કર્યો

37 વ્રત કરવા – બાધા રાખવી

→ પોતાની દીકરી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય તે માટે મા એ બાધા રાખી હતી.

38 સગડ કાઢવો – ભાળ મેળવવી

→ પોલીસે ચોરની સગડ કાઢીને પકડી લીધો

39 પડખું સેવવું– સંગ કરવો

→ સારા વ્યક્તિનું પડખું સેવવાથી લાભ થાય છે.

40 વંઠી જવું – કાબુમાં ન રહેવું

→ રવજીભાઈનો પુત્ર ખરાબ ભાઈબંધોની સંગતમાં વંઠી ગયો હતો.

41 ઉપકૃત થવું - આભારી થવું.

→ આંબેડકરને તેના ગુરૂજી મળવા આવ્યા એથી ઉપકૃત થયાં.

42  પથ્થર પર પાણી - કંઈ અસર ન થવી.

→ રાહુલભાઈ વીફરે એટલે પછી કોઈના નહિં ? બધા જ સમજાવે તો યે બધું પથ્થર પર પાણી જ.

43 ચરણોમાં બેસી જવું - અત્યંત નિકટતા કેળવવી.

→ ગાંધીજીના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું.

44 રોડવી લઈશું - ચલાવી લઈશું.

→ મારે તો સો રૂપિયાની જરૂર હતી પરંતુ તમે પચાસ રૂપિયા આપ્યા છે તો પછી રોડવી લઈશું. 

45 ખરખરો કરવો - શોક વ્યક્ત કરવો.

→ રાજના પિતાનું નિધન થતા રમેશે તેની પાસે ખરખરો કર્યો.

46 ગળગળા થઈ જવું - રડમસ થઈ જવું.

→ પોલીસને જોઈ ચોર ગળગળા થઈ ગયા.

47 હાથ – વાટકો થવું - નાના-મોટા કામમાં ઉપયોગી થવું. → શામજીભાઈ પાડોશીને હાથ-વાટકો થતા.

48 ઉલાળધરાળ ન હોવું - આગળ પાછળની ચિંતા ન હોવી

→  રમેશ એકલો હતો તેથી તેમને ઉલાળધરાળમાં કોઈ ન હતું. 

49 લાંઠી કરવી - મજાક કરવી.

→ કેતકી વારંવાર મયુરીની લાંઠી કરતી હતી.

50 માથું ફોડીને લોહી કાઢવું - સખત મહેનત કરવી.

→ દર્પણે ધો-૧૦ માં ૯૦ ટકા મેળવવા માથું ફોડીને લોહી કાઢ્યું હતું.

51  ભરખી જવું - ખાઈ જવું.

→ બારણાને ઉધઈ ભરખી ગઈ હતી. 

52 ઘોડા પડ્યા કરવું - મનોમંથન કરવું.

→ ધંધામાં સફળ થવા જતિન વારંવાર ઘોડા ગંઠ્યા કરતો હતો.

53  ચણચણાટી થવી - તાલાવેલી થવી.

→ બાહુબલી પિક્ચર જોવાની દ્દષ્ટિને ક્યારની ચણચણાટી થતી હતી. 

54 આભ ફાટવા - ખૂબ દુઃખ પડવું.

→ પુત્રના મોતના સમાચારે હાર્દિકભાઈ પર આભ ફાટી પડ્યું. 

55 બોર બોર આંસુ ટપકવાં - ચોધાર આંસુએ રડવું.

→ મહર્ષિ પરીક્ષામાં નાપાસ થતા તેને બોર બોર આંસુ ટપવાં માંડ્યાં.

56 કાબૂ થવું - વશમાં થવું.

→ માલિકને જોઈને ઘોડો કાબૂ થઈ ગયો

57 આકુળવ્યાકુળ થઈ જવું - ખૂબ ગભરાઈ જવું

→ બાળક ગૂમ થતા માતા આકુળવ્યાકુળ થઈ ગઈ

58 ખપ આવવું - કામમાં આવવું

→ ભોજો પોસ્ટ-માસ્તરને ખપમાં આવ્યો

59 ટાળવાં - સુખનો ત્યાગ કરવો.

→ બાળક માટે માતા-પિતા સુખ ટાળે છે

60 નમતું મૂકવું - જતું કરવું.

→કેતનના ધંધામાં જોડવાની બાબતે તેના પિતાએ નમતું મૂક્યું

61 ગડમથલ ચાલવી - શું કરવું ને શું ન કરવું એવી મનની સ્થિતિ થવી

→ ખીજડિયે ટેકરે ભોજાના મનમાં ગડમથલ ચાલી.

62 ગૂંચ ઉકલી જવી - મુશ્કેલી હલ થવી.

→ ભોજાને કપડાંની જોડ મળતાં તેના મનની ગૂંચ ઉકલી ગઈ.

63  ઘેરી છાપ પડવી - ઊંડી અસર થવી.

→ વિનોબાજીને ગાંધીજી વિશે ઘેરી છાપ પડી. 

64 હાથફેરો કરવો - ચોરી કરી 

→ બધી જ વસ્તુઓ લઈ ભોજાએ ખીજડિયે ટેકરે જઈને હાથફેરો કર્યો. 

65 ખાતર પાડવું - ચોરી કરવી.

→ ભીમાએ રાજદરબારમાં ખાતર પાડ્યું. 

66 સોપો પડી જવો - શાંતિ છવાઈ જવી.

→ શેઠના યુવાનપુત્રના મોતના સમાચારથી ગામમાં સોપો પડી ગયો

67 છોભીલું પડવું - સંકોચ થવો.

→  રમેશભાઈને જોઈને નયન છોભીલો પડી ગયો. 

68 હવાઈકિલ્લા બાંધવા - મોટી - મોટી વાતો કરવી.

→  પ્રજા પાસે રાજકારણી હવાઈ કિલ્લા બાંધવા લાગ્યા. 

69 જાગ્યા ત્યાંથી સવાર - નવેસરથી પ્રારંભ કરવો 

→ બાપે દિકરાને કહ્યું કે હવે જાગ્યા ત્યાંથી સવાર સમજીને કામે લાગો.

70 ગઈ ગુજરી ભૂલી જવી - ભૂતકાળ ભૂલી જવો.

→  શેઠે નોકરને સલાહ આપી કે ગઈ ગુજરી ભૂલીને કર્મ કર. 

71 લોહી ઊકળી ઊઠવું – ગુસ્સે થવું.

→ રાહુલને જોઈને નયનભાઈનું લોહી ઊકળી ઉઠ્યું. 

72 પગ મણમણના થઈ જવા - મન ભારે થઈ જવું.

→  પાક નિષ્ફળ જતાં રામજીભાઈના પગ મણમણના થઈ ગયા.

73 ભાંજગડ ચાલવી - મનોમંથન અનુભવવું.

→  દીકરો નાપાસ થતા બાપના મનમાં ભાંજગડ ચાલવા લાગી. 

74 થોથવાઈ જવું - ભાવાવેશમાં બોલી ન શકવું. 

→ શિક્ષકને જોઈ વિદ્યાર્થી થોથવાઈ ગયો.

75 મનોરથ જાગવો - ઈચ્છા થવી

→વિનોબાને ગાંધીજીને મળવાનો મનોરથ જાગ્યો.

76 દબાણ કરવું – ફરજ પાડવી.

→ ઉછીનું માંગનાર ઉછીનું આપનાર પર દબાણ કરવા લાગ્ય 

77 મન હરી લેવું - મન જીતી લેવું

→ સેલ્વી પંકજમ્ નારાયણજીનું મન હરી લીધું.

78 રસ્તો કાઢવો - ઉપાય શોધવો.

→ કૃષ્ણાએ ચંદનવાડી પહોંચવાનો રસ્તો કાઢ્યો.

79 આંખો ફેરવવી - આમતેમ જોવું. 

→ ગાંધીગ્રામ  સંસ્થા જોતા નારાયણજી આંખો ફેરવવા લાગ્યા

80 દીવો ન રહેવો - વંશ ન રહેવો.

→ પોસ્ટ માસ્તરના દીકરાનું મોત થતા તેને ત્યાં દીવો ન   રહેવો

Comments

Popular posts from this blog

Std 12 gujarati vyakaran PDF | std 12 most imp 2025 board exam | std 12 gujarati most imp questions 2025 | ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ

ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ imp ટોપિક           બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી સમાનાર્થી શબ્દો , વિરુધાર્થી , શબ્દસમુહ માટે એક શબ્દ , નિપાત , વિશેષણ , કૃદંત , કૃદંતના પ્રકારો , સદા વાક્યને સંકુલ વાક્યમાં ફેરવી લખો વગેરે જેવા બોર્ડ પરીક્ષામાં વારંવાર પુછાતા પ્રશ્નોનું સોલ્યુશન સમજૂતી સાથે આપવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે.     Gujarati Vyakaran STD 9 to 12 PDF file is here put in this article. In this PDF file STD 9 to 12 Gujarati Grammar is available. In this PDF file Gujarati Standard 9 to 12 Gujarati Vyakaran take from books and make PDF file for students. This books are new syllabus books and this book Gujarati Vyakaran is so important for your upcoming competitive exams and your school exams. This PDF file is very important so save it in your phone memory. ● ગુજરાતી વ્યાકરણ ● સમાનાર્થી શબ્દો - અહીં ક્લિક કરો વિરુદ્ધાર્થી શબ્દો - અહીં ક્લિક કરો ક્લિક કરો શબ્દસમુહ માટે એક શબ્દ - ક્લિક કરો તળપદા શબ્દોનું શિષ્ટર...

Std 12th arts imp PDF 2025 | std 12 most imp 2025 board exam | std 12 gujarati most imp questions 2024 | ધોરણ 12 ના બધા વિષયના IMP PDF 2025 | ધો. 12 આર્ટસ IMP પ્રશ્નો એકસાથે | HSC મહત્વના પ્રશ્નો...

Std 12th arts imp PDF 2025 | std 12 most imp 2025 board exam | std 12 gujarati most imp questions 2024 | ધોરણ 12 ના બધા વિષયના IMP PDF 2025 | ધો. 12 આર્ટસ IMP પ્રશ્નો એકસાથે | HSC મહત્વના પ્રશ્નો... બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વગેરે જેવા તમામ આર્ટ્સના વિષયોના બોર્ડ પરીક્ષામાં વારંવાર પુછાતા પ્રશ્નોનું list youtube વિડિઓની સમજૂતી સાથે આપવામાં આવેલ છે તેમજ pdf પણ પ્રશ્નોની આપેલ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. ● ધોરણ 12 imp પ્રશ્નો 👇 ● ભૂગોળ -  અહીં ક્લિક કરો ઇતિહાસ -  અહીં ક્લિક કરો અર્થશાસ્ત્ર -  અહીં ક્લિક કરો મનોવિજ્ઞાન -  અહીં ક્લિક કરો તત્વજ્ઞાન -  અહીં ક્લિક કરો અંગ્રેજી SL -  અહીં ક્લિક કરો ગુજરાતી FL -  અહીં ક્લિક કરો હિન્દી -  અહીં ક્લિક કરો સંસ્કૃત -  અહીં ક્લિક કરો સમાજશાસ્ત્ર -  અહીં ક્લિક કરો અન્ય વિષય imp માટે -  અહીં ક્લિક કરો Most imp પ્રશ્નો વિડિઓ માટે -  અહીં ક્લિક કરો તમારા બધા જ મિત્રો સુધી પોસ્ટ શેર કરજો...🙏 ...

STD 11 VARSHIK PARIKHSA 2025 BLUEPRINT | STD 11 MOST IMP QUESTIONS VARSHIK PARIKSHA 2025 | STD 11 ANNUAL EXAM 2025 PAPER SOLUTION

 STD 11 VARSHIK PARIKHSA 2025 BLUEPRINT | STD 11 MOST IMP QUESTIONS VARSHIK PARIKSHA 2025 | STD 11 ANNUAL EXAM 2025 PAPER SOLUTION Sarthi support દ્વારા તૈયાર કરેલ સરળ બ્લુપ્રિન્ટ તેમજ imp પ્રશ્નો 👇 ● મનોવિજ્ઞાન બ્લુપ્રિન્ટ ● ભૂગોળ બ્લુપ્રિન્ટ ● તત્વજ્ઞાન બ્લુપ્રિન્ટ ● સમાજશાસ્ત્ર બ્લુપ્રિન્ટ ● ગુજરાતી બ્લુપ્રિન્ટ ● હિન્દી બ્લુપ્રિન્ટ ● સંસ્કૃત બ્લુપ્રિન્ટ ● અંગ્રેજી બ્લુપ્રિન્ટ ● ઇતિહાસ બ્લુપ્રિન્ટ ● અર્થશાસ્ત્ર બ્લુપ્રિન્ટ ● બોર્ડ દ્વારા જાહેર કરેલ બ્લુપ્રિન્ટ જોવા અહીં ક્લિક કરો GSEB Board 11th Blueprint 2025 Download Pdf file From here those students who want to download Gujarat 11th Blueprint 2025 GSEBE Science Commerce Arts in Hindi Medium and English Medium & Gujarati Medium PDF respectively can do so. Every effort will be made to get the students appearing in the year  examination to download the GSEB Board 11th Blueprint 2025 GSEB STD 11th Blueprint 2025. Along with this, in this article all types of information related to Gujarat Board +@ Marking Sche...