Skip to main content

વિરુધાર્થી શબ્દો | std 12 gujarati vyakaran | std 12 gujarati grammar | virudharthi shabdo

 વિરુદ્ધાર્થી શબ્દો , ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ , રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો,  બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી થશે Vishal Vaghela ( Sarthi Support )

  ⊙ વિરુદ્રાર્થી શબ્દ ⊙

નીચે આપેલા રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે લખો

1 સાહેબ, ઈશ્વર દેખાતો નથી. 

→ સાહેબ, ઈશ્વર અદૃશ્ય છે. 

2 સરખે-સરખા મિત્રો મળતાં. 

→ સરખે-સરખા દુશ્મનો ન મળતાં. 

3 અમારો પિરવાર ધનવાન નહોતો. 

→ અમારો પરિવાર ગરીબ હતો. 

4 મને યશ મળ્યો છે. 

→ મને અપયશ મળ્યો નથી.

5 અગ્નિ સાક્ષીએ મિલન થયું 

→ અગ્નિની સાક્ષીએ વિદાય ન થઈ.

6 એ વાત જાણીતી છે. 

→ એ વાત અજાણી નથી.

7 એની પ્રવૃત્તિ સારી હતી 

→ એની નિવૃત્તિ બૂરી નહોતી. 

8 ઉપલી ખડકીની બારી ખુલ્લી હતી. 

→ ઉપલી ખડકીની બારી બંધ નહોતી. 

9 તેઓ ઝડપભેર ચાલતા નહોતા 

→ તેઓ ધીમે ધીમે ચાલતા હતા. 

10 એ ઓછાં કંઈ ખોટું કહે ? 

→ એ ઓછાં કંઈ સાચુ ન કહે ? 

11 મણિભાઈએ મોટેથી બૂમ પાડી. 

→ મણિભાઈએ ધીમે થી બૂમ ન પાડી.

12 તેઓ માંદા હતા.

→  તેઓ સાજા નહોતા.

13 એક ઠંડી રાત હતી. 

→ એક ગરમ રાત નહોતી.

14  આપણે સંહાર જ કર્યા કરવું ? 

→ આપણે સર્જન કેમ ન કર્યા કરવું ?

15 પ્રજાને શાંતિ મળી છે.

→ પ્રજાને અશાંતિ નથી મળી. 

16 અમારો વિજય થયો 

→ અમારો પરાજય નથી થયો.

17  હજી ક્યા મોડું થયું છે? 

→ હજી ક્યા વહેલું થયું નથી ?

18  સમરાંગણમાં તો શત્રુ હતા.

→  સમરાંગણમાં તો મિત્રો નહોતા. 

19 તેને વિદેશી વસ્ત્રોનો સંબંધ નથી 

→ તેને સ્વદેશી વસ્ત્રોનો કોઈ સંબંધ છે 

20 આ તો ગૌણ ભાષા છે. 

→ આ તો મુખ્ય ભાષા નથી.

21  લોકોનો કોઈ દોષ નહોતો 

→ લોકો નિર્દોષ હતા. 

22 બીજાને બોલવાની હિંમત નથી. 

→ બીજાને બોલવાની નાહિંમત છે.

23 છેલ્લું દર્શન કરો. 

→ પ્રથમ દર્શન ન કરો. 

24 બા એકલા જીવે 

→ બા બધા સાથે ના જીવે 

25 મેં કમાડ ધીમેથી ખોલ્યા. 

→ મેં કમાડ જોરથી ન ખોલ્યા. 

26 આત્મજ્ઞાની કદી માંદો ન પડે 

→ આત્મજ્ઞાની સદાય સાજો જ રહે. 

27 જમીન બહુ કઠણ નહોતી. 

→ જમીન એકદમ પોચી હતી. 

28 છોકરો મરેલો જ જન્મ્યો હતો.

→  છોકરો જીવતો જન્મ્યો ન હતો. 

29 નારદજી અંતરીક્ષમાં આવ્યા, 

→ નારદજી ધરતી પર ન આવ્યા. 

30 નળે સંધ્યાકાળે જળ મંગાવ્યું. 

→ નળે ઉષાકાળે જળ ન મંગાવ્યું.

31  નિયમ-પત્રિકા આકર્ષક હતી.

→  નિયમ-પત્રિકા અનાકર્ષક ન હતી.

32  બાપુની હાજરીમાં બોલવાનું છે. 

→ બાપુની ગેરહાજરીમાં બોલવાનું નથી. 

33 મારી માન્યતા ખોટી ઠરી.

→  મારી માન્યતા સાચી ઠરી નહિ.

34 ગિધુભાઈ–મેનાબહેનનું જોડું હતું.

→  ગિધુભાઈ-મેનાબહેનનું કજોડું નહોતું. 

35 હવે કાયમનું સુખ થઈ ગયું.

→ હવે કાયમનું દુઃખ રહ્યું નહિં. 

36 સાંજે ઘોડા પસંદ કરી લીધા. 

→ સાંજે ઘોડા નાપંસદ ના કર્યાં.

37 દીકરી સુખ તો બધા વેઠે છે.

→  દીકરી દુઃખ કોઈ વેઠતું નથી. 

38 હું પ્રજાનો સેવક બનીશ. 

→ હું પ્રજાનો સ્વામી બનીશ નહિ. 

39 તમે જુગારમાં હોંશિયાર છો. 

→ તમે જુગારમાં ઠોઠ નથી. 

40 તમે શાંત થાઓ. 

→ તમે અશાંત થાઓ નહિ.

41 નગર બાળક જેવું છે.

→ નગર વૃદ્ધ જેવું નથી. 

42 પંકજમ્ ત્યાં ઊભી હતી.

→  પંકજમ્ ત્યાં બેઠેલી ન હતી. 

43 મને ઊંઘ આવી ગઈ.

→ હું જાગતો રહ્યો નહિ. 

44 વાર્તાનાયક શાંત બની ગયા. 

→ વાર્તાનાયક અશાંત ન બન્યાં.

45 કાન્તા જવાન થઈ ગઈ  

→ કાન્તા ઘરડી નથી થઈ. 

46 દેવરાજની આંખમાં તેજ છે. 

→ દેવરાજની આંખમાં તિમિર નથી. 

47 શ્વેતકેતુ બહુ ભણ્યો છે. 

→ શ્વેતકેતુ કંઈ અભણ નથી. 

48 જેને પૃથ્વી જાણતી નથી. 

→ જેનાથી પૃથ્વી અજાણ છે. 

49 પરમેશ્વરનો નાશ થવાનો નથી.

→  પરમેશ્વર અવિનાશી છે. 

50 સાવ નાનું ઘર હતું. 

→ જરાય મોટું ઘર ન હતું. 

51 ઈશ્વર તત્વમાં તેજ છે. 

→ ઈશ્વર તત્વમાં અંધકાર નથી. 

52 ઈશ્વર સત્ય છે. 

→ ઈશ્વર અસત્ય નથી.

53 નાનો બાળક સુખ ન પામ્યો. 

→ નાનો બાળક દુઃખ ન પામ્યો. 

54 બાળક ઝડપથી સળવળતું હતું. 

→ બાળક ધીમેથી સળવળતું નહોતું. 

55 ભોજો ભડવીર માણસ હતો. 

→ ભોજો બીકણ માણસ ન હતો.

56 પાંચ નળ ઊભા હતા. 

→ પાંચ નળ બેઠા ન હતા.

57 નળરાજા સ્વર્ગનું સુખ પામ્યા.

→  નળરાજા નર્કનું દુઃખ ન પામ્યા. 

58 દેવો કંઠ આગળ ધરે છે. 

→ દેવો કંઠ પાછળ ધરતા નથી. 

59 દમયંતી બુદ્ધિવાન નારી છે.

→  દમયંતી મૂર્ખ નારી નથી. 

60 બીજા પુરુષો રૂપાળા છે. 

→ બીજા પુરુષો કદરુપા નથી. 

61 નળની પાની કોરી રહી ગઈ.

→ નળની પાની ભીની ન થઈ. 

62 મને બોલવાની ટેવ હતી.

→  મને ચૂપ રહેવાની ટેવ ન હતી. 

63 મેં તબિયત સુધારી 

→ મેં તબિયત બગાડી નહિ. 

64 ગાંધીજી અહિંસાના પૂજારી હતા. 

→ ગાંધીજી હિંસાના પૂજારી ન હતા. 

65 મેનાબહેન ઉત્સાહમાં આવી ગયા 

→ મેનાબહેન નિરુત્સાહી ન થયા.

66 શ્યામ રંગ સમીપે ન જાવું. 

→ શ્યામ રંગથી દુર ન જાવું.

67 કાગવાણી શુકનમાં ન લાવું 

→ કાગવાણી અપશુકનમાં લાવું 

68 અમે અસમર્થ બની જતા. 

→અમે સમર્થ ન બનતા. 

69 નાયિકા દુ:ખી છે. 

→ નાયિકા સુખી નથી.

70 ડુંગર ખેડાતો નથી. 

→ ખીણ ખેડાય છે.

71 હું તો મંદબુદ્ધિ ગણાઉ

→ હું તો તીવ્રબુદ્ધિ ન ગણાઉં 

72 પ્રજાને શાંતિ મળી છે.

→ પ્રજાને અશાંતિ મળી નથી.

73 મનમાં આશા છે.

→ મનમાં નિરાશા નથી.

74  કૌરવો પાપી હતા. 

→ કૌરવો પુણ્યશાળી ન હતા.

75 આપણે હળાહળ ઘોળ્યું. 

→આપણે અમૃત ન ઘોળ્યું.

76  પાંડવોનો વિજય થયો 

→ પાંડવોનો પરાજય ન થયો 

77 લક્ષ્મણ વેગથી આવે છે. 

→ લક્ષ્મણ ધીમેથી આવતો નથી.

78 પ્રભાશંકર નિરાભિમાની હતા.

→ પ્રભાશંકર અભિમાની ન હતા.

79  તેઓ ન્યાયી રાજા હતા. 

→ તેઓ અન્યાયી રાજા ન હતા.

80 બા રડી પડશે 

→ બા હસી નહીં પડે

81 મણિભાઈ અહિંસક બન્યા.

→ મણિભાઈ હિંસક ન બન્યા. 

82 અહીં ખૂબ તાપ છે.

→ અહીં ખૂબ છાંયડો નથી.

83  સેલ્વી નિર્દોષ હતી. 

→ સેલ્વી દોષિત ન હતી. 

84 ન એ સ્વસ્થ બની બોલી 

→ એ અસ્વસ્થ બની ન બોલી 

85 મને હું હીન ગણું છું. 

→ મને હું ઉચ્ચ ગણતી નથી.

86  સંત હસીને બોલ્યા.

→  સંત રડીને ન બોલ્યા. 

87 શ્વેતકેતુ અભિમાની હતો. 

→ શ્વેતકેતુ નિરાભિમાની ન હતો

88 ભાણી રાંકની રાણી છે.

→ ભાણી અમીરની રાણી નથી

89 ભાણી છાની છાની રડે છે.

→ ભાણી જાહેરમાં રડતી નથી. 

90 મને શરત મંજુર છે.

→ મને શરત નામંજૂર નથી.

91 ગ્રંથે ગરબડ કરી 

→ ગ્રંથે સરળતા ન કરી.

92  દમયંતી સ્વરૂપવાન છે. 

→ દમયંતી કુરૂપ નથી.

93  એમનું દૂધ બગડી ગયું છે. 

→ એમનું દૂધ સારૂ રહ્યું નથી.

94  મારી માન્યતા ખોટી ઠરી. 

→ મારી માન્યતા સાચી ન ઠરી. 

95 શેષ નદી દૂર વહેતી હતી. 

→ શેષ નદી નજીક વહેતી ન હતી. 

96 તમારી દીકરીને દુઃખ પડ્યા છે. 

→ તમારી દીકરીને સુખ રહ્યા નથી. 

97 મારી હાંસી કરો છો ? 

→ મારી પ્રશસ્તિ કરો છો ?

98  તારો કોઈ અપરાધ નથી. 

→ તું સાવ નિર્દોષ છે. 

99 મને એ ગમ્યાં હતા.

→  મને એ નાપસંદ નહોતા.

 100 શ્વેતકેતુંને ભણવું ગમતું નહિં. 

→ શ્વેતકેતુને ભણવું અણગમતું છે. 

101 હૃદયથી એ રડતી હતી. 

→ હૃદયથી એ હસતી નહોતી

102 ભાણી અત્યંત ગરીબ હતી.

→ ભાણી જરાય શ્રીમંત નહોતી

103 યુવાન વકીલ મક્કમ રહ્યો.

→  યુવાન વકીલ ડગ્યો નહિ,

104 ભાઈ બહેન સાથે સુખનો હીંચકો ખાતાં.

→  ભાઈ-બહેન સાથે દુઃખનો હીંચકો ન ખાતાં..

105  ટપાલી રોજ નીચી નજર કરી જતો. 

→ ટપાલી રોજ ઊંચી નજર કરી ના જતો.

106  મહાનામે અનુરુધ્ધની વાત માન્ય રાખી. 

→ મહાનામે પણ અનુરુધ્ધની વાત અમાન્ય ન રાખી..

107 મન થતાં ભેગી વસ્તુ હાજર થતી.

→  મન થતાં ભેગી વસ્તુ ગેરહાજર ન રહેતી.

108  તેનો ઘૂમટો કાઠિયાવાડ જેવો લાંબો હોય. 

→ તેનો ઘૂમટો કાઠિયાવાડ જેવો ટૂંકો ન હોય.

109  ત્રિભોવને વાણિયાની નોકરી છોડી દીધેલી 

→ ત્રિભોવને વાણિયાની નોકરી છોડી ન હોતી.

110  એનું કામ જોઈને શેઠ ખુશ થઈ ગયા. 

→ એનું કામ જોઈને શેઠ દુઃખી નહોતા થયા. 

111 તે ગાતી ગાતી રડતી હતી. 

→ તે ગાતી ગાતી હસતી નહોતી.

112  હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. 

→ હિંદ માટે પ્રતિકૂળ વાતાવરણ નહિ ઘડે. 

113 તે પછી એ પ્રયત્ન બંધ થયા 

→ તે પછી એ પ્રયત્ન ચાલુ ન થયા.

114 બ્રહ્માથી પણ ભૂલ થવાનો સંભવ છે, 

→ બ્રહ્માથી પણ ભૂલ થવી અસંભવ નથી. 

115 જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે. 

→ જીવનનો પણ એજ પ્રકારની શરૂઆતની 

116 આ તો તેનાથી પણ વધારે સરસ છે. 

→ આ તો તેનાથી પણ વધારે ખરાબ નથી

117  ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફની પુલ છે.

→ ચંદનવાડીના છેક આગલા ભાગમાં બરફનો પુલ નથી.

118 અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ મા અનુકૂળ રહે છે.

→ અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માટે પ્રતિકૂળ રહેતો નથી. 

119 હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે. 

→ હોટલવાળા હંમેશા વધારે ખાવાનું બાંધી આપતા નથી.

120 મોટા ભાગે સફળતા મળી છે. 

→ મોટા ભાગે નિષ્ફળતા મળી નથી. 

121 એની અંદર માણસો રહેતા હતા. 

→ એની બહાર માણસો રહેતા નહોતા. 

121 ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાત કરી.

→ભાષણમાં એમણે હિંસા અંગે કોઈ વાતા ન કરી.

122 ખીજડિયા ટેકરાની નજીક ભોજા રહેતો

→ ખીજડિયા ટેકરાની દૂર ભોજો રહેતો નહોતો.

123 અખિલ બ્રહ્માંડમાં હરિ અનેક નથી. 

→ અખિલ બ્રહ્માંડમાં હરિ એક છે.

124 રાતે સીમમાં અવર-જવર બંધ થઈ ગઈ. 

→ રાતે સીમમાં અવર-જવર ચાલુ ન હતી. 

125 ખોદકામ કરવાનું ભોજા માટે સાવ સહેલું હતું. 

→ ખોદકામ કરવાનું ભોજા માટે જરીયે અઘરું ન હતું. 

126 દમયંતીએ પાંચ નળને ઊભેલા જોયા. 

→ દમયંતીએ પાંચ નળને બેઠેલા જોયા નહિ.

127  દમયંતી સખી સામે જોઈ હસવા લાગી.

→ દમયંતી સખી સામે જોઈ રડવા લાગી નહીં. 

128 દેવો વિમાનમાં બેસી સ્વર્ગ તરફ ગયા. 

→ દેવો વિમાનમાં બેસી નર્ક તરફ ના ગયા. 

129 હંસનું કહ્યું નકામું ગયું.

→  હંસનું કહ્યું કામ આવ્યું નહિ.

130 અહિંસા, નિર્ભયતા વગર આવી ન શકે. 

→  હિંસા ભયથી આવી શકે.

131 આ ખોરાક પણ ખાસ્સો અમીરી છે.

→  આ ખોરાકમાં કંઈ ગરીબી નથી.

132 માનવ જીવનમાં બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. 

→ માનવજીવનના બીજા પાસાઓમાં ક્યારેક પોષણ ચાલતું નથી.

133 ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલ વસ્તુ બેપરવાહીથી વાપરે છે.

→  ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલ વસ્તુ કાળજીપૂર્વક વાપરતા નથી.

134 અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. 

→ અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ પ્રતિકૂળ રહેતા નથી.

135 અમરનાથ જતાં ભૂખ વધારે લાગે છે.

→  અમરનાથ જતાં ભૂખ ઓછી લાગતી નથી. 

136 અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો.

 →અમારો માર્ગ કંઈ નિચાણમાં ન આવ્યો. 

137 સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો સમય હતો. 

→સોહામણા કાશ્મીરનો સૂર્યાસ્તનો સમય ન હતો.

138  નદીને કાંઠે ફૂલો ખીલી ઊઠ્યા હતાં.

→  નદીને કાંઠે ફૂલો કરમાયા ન હતાં. 

139 દૃષ્ટિ એક થતાં બંને આ જોઈ સ્મિત કરે છે.

→  દૃષ્ટિ એક થતાં બંને આડું જોઈ રુદન કરતાં નથી. 

140 યુધિષ્ઠિર આગ્રહ સેવતાં નથી. 

→ યુધિષ્ઠિર દુરાગ્રહ સેવે છે. 

141 હવે તમારો પંથ નિષ્કંટક થયો.

→  હવે તમારો પંથ કાંટાવાળો રહ્યો નહિ.

142 મોટામોટા રાજાઓએ યુધ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયાં ? 

→ મોટામોટા રાજાઓએ યુધ્ધ કર્યા છે એટલું પણ તમને યાદ નથી ?

143 મણિભાઈનું ગુસ્સાથી શરીર કાબુમાં ન રહેતું.

 →મણિભાઈનું ગુસ્સાથી શરીર બેકાબૂ બનતું.

144 અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું.

→ અનેક અજાણી ચોપડીઓનાં પાનામાંથી અંધારું પથરાતું ન હતું.

145  ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. 

→ ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ રડ્યો નહિ.

146 સજ્જન રાજા ઊભા રહ્યા.

→ દુર્જન રાજા ઊભા ન રહ્યા.

147 મણિભાઈનું મન અંદરથી ઢીલું પડ્યું હતું.

 →મણિભાઈનું મન બહારથી મજબૂત બન્યું ન હતું. 

148 કવિ પત્નીના મૃત્યુ પછી આંખને ભીની થવા ના કહે છે.

→  કવિ પત્નીના મૃત્યુ પછી આંખને કોરી રહેવા કહે છે. 

149 પત્નીના સૌંદર્યને અખંડ રાખવા કવિ કહે છે. 

→ પત્નીના સૌંદર્યને ખંડિત કરવા કવિ માંગતા નથી. 

150 કવિ કહે છે કે અગ્નિની સમીપ પત્ની સાથે મળ્યાં.

→કવિ કહે છે કે અગ્નિથી દૂર પત્ની સાથે નથી મળ્યા.

151 સદા જગત જે વડે હસતું હતું 

→ સદા જગત જે વડે રડતું હતું નહિં.

152 પત્નીના સ્મરણ માટે કવિ કશી ચીજ લેવા ના પાડે છે. 

→ પત્નીના વિસ્મરણ માટે કવિ કશી ચીજ લેવાની ના પાડતાં નથી.

153 શક્યતાના દ્વાર ખખડાવવાનું કવિ કહે છે. 

→અશક્યતાના દ્વાર ખખડાવવાનું કવિ કહેતા નથી.

154  અમુક રીતે પંકજમ્ આકર્ષક હતી. 

→ અમુક રીતે પંકજમ્ અનાકર્ષક ન હતી.

155 વડની ઘટા નીચે ધર્મશિક્ષણનો વર્ગ બેઠો છે.

→  વડની ઘટા ઉપર ધર્મશિક્ષણનો વર્ગ ઊભો નથી. 

156 ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા.

→  ટેટો ભાંગીને કોઈ બહાર જોતા લાગ્યા નહીં. 

157  જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. 

→ જન્મટીપની સજા માણસને જલદીથી ખતમ કરતી નથી.



Comments

Popular posts from this blog

Std 12 gujarati vyakaran PDF | std 12 most imp 2025 board exam | std 12 gujarati most imp questions 2025 | ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ

ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ imp ટોપિક           બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી સમાનાર્થી શબ્દો , વિરુધાર્થી , શબ્દસમુહ માટે એક શબ્દ , નિપાત , વિશેષણ , કૃદંત , કૃદંતના પ્રકારો , સદા વાક્યને સંકુલ વાક્યમાં ફેરવી લખો વગેરે જેવા બોર્ડ પરીક્ષામાં વારંવાર પુછાતા પ્રશ્નોનું સોલ્યુશન સમજૂતી સાથે આપવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે.     Gujarati Vyakaran STD 9 to 12 PDF file is here put in this article. In this PDF file STD 9 to 12 Gujarati Grammar is available. In this PDF file Gujarati Standard 9 to 12 Gujarati Vyakaran take from books and make PDF file for students. This books are new syllabus books and this book Gujarati Vyakaran is so important for your upcoming competitive exams and your school exams. This PDF file is very important so save it in your phone memory. ● ગુજરાતી વ્યાકરણ ● સમાનાર્થી શબ્દો - અહીં ક્લિક કરો વિરુદ્ધાર્થી શબ્દો - અહીં ક્લિક કરો ક્લિક કરો શબ્દસમુહ માટે એક શબ્દ - ક્લિક કરો તળપદા શબ્દોનું શિષ્ટર...

Std 12th arts imp PDF 2025 | std 12 most imp 2025 board exam | std 12 gujarati most imp questions 2024 | ધોરણ 12 ના બધા વિષયના IMP PDF 2025 | ધો. 12 આર્ટસ IMP પ્રશ્નો એકસાથે | HSC મહત્વના પ્રશ્નો...

Std 12th arts imp PDF 2025 | std 12 most imp 2025 board exam | std 12 gujarati most imp questions 2024 | ધોરણ 12 ના બધા વિષયના IMP PDF 2025 | ધો. 12 આર્ટસ IMP પ્રશ્નો એકસાથે | HSC મહત્વના પ્રશ્નો... બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વગેરે જેવા તમામ આર્ટ્સના વિષયોના બોર્ડ પરીક્ષામાં વારંવાર પુછાતા પ્રશ્નોનું list youtube વિડિઓની સમજૂતી સાથે આપવામાં આવેલ છે તેમજ pdf પણ પ્રશ્નોની આપેલ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. ● ધોરણ 12 imp પ્રશ્નો 👇 ● ભૂગોળ -  અહીં ક્લિક કરો ઇતિહાસ -  અહીં ક્લિક કરો અર્થશાસ્ત્ર -  અહીં ક્લિક કરો મનોવિજ્ઞાન -  અહીં ક્લિક કરો તત્વજ્ઞાન -  અહીં ક્લિક કરો અંગ્રેજી SL -  અહીં ક્લિક કરો ગુજરાતી FL -  અહીં ક્લિક કરો હિન્દી -  અહીં ક્લિક કરો સંસ્કૃત -  અહીં ક્લિક કરો સમાજશાસ્ત્ર -  અહીં ક્લિક કરો અન્ય વિષય imp માટે -  અહીં ક્લિક કરો Most imp પ્રશ્નો વિડિઓ માટે -  અહીં ક્લિક કરો તમારા બધા જ મિત્રો સુધી પોસ્ટ શેર કરજો...🙏 ...

STD 11 VARSHIK PARIKHSA 2025 BLUEPRINT | STD 11 MOST IMP QUESTIONS VARSHIK PARIKSHA 2025 | STD 11 ANNUAL EXAM 2025 PAPER SOLUTION

 STD 11 VARSHIK PARIKHSA 2025 BLUEPRINT | STD 11 MOST IMP QUESTIONS VARSHIK PARIKSHA 2025 | STD 11 ANNUAL EXAM 2025 PAPER SOLUTION Sarthi support દ્વારા તૈયાર કરેલ સરળ બ્લુપ્રિન્ટ તેમજ imp પ્રશ્નો 👇 ● મનોવિજ્ઞાન બ્લુપ્રિન્ટ ● ભૂગોળ બ્લુપ્રિન્ટ ● તત્વજ્ઞાન બ્લુપ્રિન્ટ ● સમાજશાસ્ત્ર બ્લુપ્રિન્ટ ● ગુજરાતી બ્લુપ્રિન્ટ ● હિન્દી બ્લુપ્રિન્ટ ● સંસ્કૃત બ્લુપ્રિન્ટ ● અંગ્રેજી બ્લુપ્રિન્ટ ● ઇતિહાસ બ્લુપ્રિન્ટ ● અર્થશાસ્ત્ર બ્લુપ્રિન્ટ ● બોર્ડ દ્વારા જાહેર કરેલ બ્લુપ્રિન્ટ જોવા અહીં ક્લિક કરો GSEB Board 11th Blueprint 2025 Download Pdf file From here those students who want to download Gujarat 11th Blueprint 2025 GSEBE Science Commerce Arts in Hindi Medium and English Medium & Gujarati Medium PDF respectively can do so. Every effort will be made to get the students appearing in the year  examination to download the GSEB Board 11th Blueprint 2025 GSEB STD 11th Blueprint 2025. Along with this, in this article all types of information related to Gujarat Board +@ Marking Sche...