Friday, 3 March 2023

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો તેમજ મહત્વની ટિપ્સ

      ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો તેમજ મહત્વની ટિપ્સ


પરીક્ષા પહેલા 

● શુભેચ્છા પાઠવવા માંગતાં સગા — સંબંધી અને મિત્રોને શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓને મળવા ન દેવા.

● પોતાના બાળકને ચશ્મા હોય તો બીજી એક જોડી તૈયાર રાખવી

● આ સમય દરમિયાન વાંચન અને પુનરાવર્તન સરસ રીતે કરજો

● આ સમયે વાલીએ કંપની આપવી, સાથે દરરોજ 10 મિનિટ પ્રેમ પૂર્વક વાતો કરવી

● ઘરનાં અન્ય સભ્યો આ સમયે મોબાઈલ, ટી.વી., ટેપ , રેડિયો ન વગાડે તે ધ્યાનમાં રાખવુ અને વિદ્યાર્થીને વાંચન દરમિયાન તેને સારું વાતાવરણ મળે એ ખાસ જોવું. 

● બાળકના વાંચન સમયે તેને હળવો નાસ્તો , દાળિયા , શીંગ કે ફુડસ યોગ્ય માત્રામાં આપવા.

 ● હૉલ ટિકિટની બે ત્રણ ઝેરોક્ષ કરાવી લેવી અને તેમાંથી એક ઝેરોક્ષ ઘરે રાખવી અને એક ઝેરોક્સ સાચવીને સાથે રાખવી.

● રિસિપ્ટને ક્યારેય લેમિલેશન ન કરાવવી


● તમારો નંબર જે શાળામાં આવ્યો છે તે શાળાએ આગલા દિવસે જઇ ચકાસણી કરી લેવી.

● તમારા  વાંચવાના ટેબલ પર બિનજરૂરી વસ્તુઓ રાખવી નહીં , દરેક વિષયોના પુસ્તકો તેમજ મટીરીયલ વ્યવસ્થિત ગોઠવી રાખવું જેથી જરૂર પડે ત્યારે શોધવામાં સમય ન બગડે.


પરીક્ષાના દિવસે

● ઈષ્ટદેવ અને માતા પિતાને પગે લાગીને જ નીકળવું. 

● પ્રથમ દિવસે પરીક્ષા સ્થળે 45 મિનિટ વહેલા પહોંચવું.

 ● પરીક્ષામાં જતી વખતે સ્વચ્છ , સાદા અને ઢીલા કપડાં પહેરવા.

 ● પરીક્ષામાં બુટ — મોજા પહેરવા નહીં, બને તો સ્લીપર કે સેન્ડલ પહેરવા જેથી પગને અકળામણ ન થાય.

 ● પરીક્ષાની અડધી કલાક પહેલા તૈયારી બંધ કરી દેવી અને પરીક્ષાને લગતા કોઈપણ વિચાર ન કરવા.

● પરીક્ષાના દિવસે ભારે ખોરાક લેશો નહીં, હળવો તેમજ પ્રવાહી ખોરાક લેવો , ઉજાગરા કરશો નહીં 

● દર વર્ષે અફવાઓ હોય છે કે , પેપર અઘર છે , પેપર લાંબુ છે , ફલાણા સાહેબે કાઢ્યું છે .... આ પ્રકારની વાહિયાત અફવાઓમાં કદ રસ લેવો નહીં .


● પેપર આપવા જતી વખતે રિસિપ્ટ , પેન , શાર્પનર , ઈરેઝર , સ્કેલ જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જ જવુ.

 ● મોબાઈલ સાથે લાવવો નહીં.

● ઘરેથી પારદર્શક બોટલમાં પાણી કે લીંબુનું સરબત લઈ જવું.

પરીક્ષાના ખંડમાં

● પરીક્ષા ખંડમાં પેપર હાથમાં આવે અને કોઈ અઘરો પ્રશ્ન દેખાય તો ચિંતા કરશો નહીં.

● પેપરમાં જે આવડતા હોય તે પ્રશ્નો પ્રથમ લખવા.

● બેન્સ હલતી હોય તો સુપરવાઈઝરને જાણ કરી નીચે પેકીંગ મુકાવવું.

● ઘડિયાળકાંડામાંથી બહાર કાઢવી .યોગ્ય સમય મર્યાદામાં પેપર પૂરું થાય તે માટે ખાસ કરીને ટાઈમ મેનેજમેન્ટ કરો.

● પેપર 10 ​​મિનિટ વહેલા પૂરું થઈ જાય એવું આયોજન પહેલેથી જ રાખો, જેથી 10 મિનિટમાં નાની મોટી ભૂલો સુધારી શકાય.

● ખૂબ જ વધારે લખાણ લખવાના લોભમાં અક્ષર બગડી ન જાય તે ખૂબ ધ્યાનમાં રાખો.

● પેપર દરમિયાન સુપરવાઈઝર ૫૨ ક્યારેય ગુસ્સો ન ક૨વો , દલીલ ન કરવી.


 ● પેપર લખતી વખતે માત્ર બ્લ્યુ પેનનો ઉપયોગ કરવો, વિગતો હાઈલાઈટ કરવા માટે બ્લેક પેનનો ઉપયોગ કરી શકાય છે .લાલ, લીલી કે અન્ય રંગ પેનનો ઉપયોગ કરવો નહીં.

 ● પેપરમાં ચેક - ચાક કરવું નહીં, તે માટે ધીરજ અને ગંભીરતાથી પેપર લખવું . 

● પરીક્ષા ખંડમાંથી ઉભા થતા પહેલા કોઈ  વસ્તુ ભૂલાતી નથી ને તે ખાસ જોવું .( રિસિપ્ટ ખાસ કરીને ભૂલવી નહિ )

Best of luck



0 Post a Comment:

Post a Comment

Floting

close

વધુ મટિરિયલ મેળવવા નીચે ક્લિક કરવું

વિધાર્થીઓ માટે


     તમામ મટિરિયલ માટે ધોરણ પર ક્લિક કરવું 



best post for you

Popular search

Popular Posts

gifs website

Pages

Ads by Google

Contact form