મોડેલ કેરિયર સેન્ટર (MCC), ગાંધીનગર ભરતી
સંસ્થાનું નામ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર (મોડેલ કેરિયર સેન્ટર)
જગ્યાનું નામ: કેરીયર કાઉન્સિલર
કુલ જગ્યાઓ: ૦૨ (બે)
નોકરીનો પ્રકાર: ૧૧ માસના કરાર આધારિત
મહત્વની વિગતો:
પગાર ધોરણ: માસિક ₹ ૨૦,૦૦૦/- ફિક્સ
વય મર્યાદા: ૨૧ થી ૩૫ વર્ષ (જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે)
શૈક્ષણિક લાયકાત:
એમ.એસ.ડબલ્યુ. / એમ.એ. (સાયકોલોજી) / એમ.એસસી. (સાયકોલોજી) / એમ.બી.એ. (એચ.આર.) / પી.જી.ડી. (એચ.આર.) / પી.જી. ડી. ઇન વોકેશનલ ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગ
અનુભવ તથા અન્ય લાયકાત:
જાહેર/ખાનગી ક્ષેત્રમાં પ્લેસમેન્ટ/વ્યવસાય માર્ગદર્શન સેવાનો ૦૧ વર્ષનો અનુભવ અથવા રોજગારી/શિક્ષણ ક્ષેત્રે કાઉન્સેલિંગનો ૦૧ વર્ષનો અનુભવ ઇચ્છનીય
અંગ્રેજી/ગુજરાતી ભાષામાં પ્રભુત્વ
અંગ્રેજી/ગુજરાતી ટાઈપિંગ તથા CCC સર્ટિફિકેટ (સરકારશ્રીના નિયમોનુસાર)
અરજી કરવાની રીત અને છેલ્લી તારીખ:
અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૨/૧૧/૨૦૨૬
અરજી મોકલવાનું સરનામું:
જિલ્લા રોજગાર વિનિમય કચેરી (મોડેલ કેરિયર સેન્ટર),
"સી" વિંગ, પ્રથમ માળ, સહયોગ સંકુલ, પથિકાશ્રમ હોટલ પાસે,
સિવિલ હોસ્પિટલની સામે, સેક્ટર-૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૦
અરજી પદ્ધતિ: સંપૂર્ણ બાયોડેટા, ઇ-મેઇલ આઈ.ડી., મોબાઇલ નંબર અને જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે કવર ઉપર મોટા અક્ષરે "કેરીયર કાઉન્સિલર (MCC) માટેની અરજી" લખીને સ્પીડ પોસ્ટથી અથવા રૂબરૂમાં અરજી પહોંચાડવાની રહેશે.
અરજી ફોર્મ લિંક: અરજીનો નમૂનો
bit.ly/career_counsellorપરથી ડાઉનલોડ કરી શકાશે અથવા કચેરી ખાતેથી વિના મૂલ્યે મેળવી શકાશે.-
.png)